- શિક્ષકોનો સહકાર મેળવીશ.
- સંચાલક મંડળનો સહકાર મેળવીશ.
- વાલીઓનો સહકાર મેળવીશ.
- શાળામાં શિસ્ત, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરીશ.
- શાળામાં યોગ્ય શિક્ષણ આપીશ.
- સરળ અને સચોટ વહીવટ કરીશ.
- શાળામાં નિયમિતતાનો આગ્રહ રાખીશ.
- શિક્ષકોના વર્ગકાર્યનું નિરીક્ષણ કરીશ.
- શાળાના બાળકોનું સતત સર્વગ્રાહી મુલ્યાંકન કરીશ.
- ટેકનોલોજીનો ઉપયોગ કરી કમ્પ્યુટર શિક્ષણ આપીશ.
- નેતૃત્વ કરી શાળાને યોગ્ય દોરવણી આપીશ.
- શિક્ષકોને સ્વાતંત્ર્યતા આપીશ. અધ્યાપનની સાર્થકતાની ભાવના કેળવાય તેવું માર્ગદર્શન આપીશ.
- શિબિરમાંથી પ્રાપ્ત કરેલું જ્ઞાન શિક્ષકો-વિધાર્થીઓ સુધી પહોંચાડીશ.
- ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના ચાર્ટ તૈયાર કરી શિક્ષણમાં અનેક વિધ પ્રવૃતિઓનું આયોજન કરીશ.
- વિદ્યાર્થીઓમાં ગુણવત્તા સુધરે તે માટે શિક્ષકો, વાલીઓનો સહકાર મેળવીશ.
- સ્ટાફ મિટીંગ દ્વારા સાંપ્રત શિક્ષણ પ્રવાહથી શિક્ષકોને વાકેફ કરીશ.
- વાલીમંડળ ની રચના કરી અને તેમના સહકારથી શાળાની પ્રગતિ થાય તેવા પગલાનું આયોજન કરીશ.
- બાળકોને રમત-ગમત, યોગ, શિક્ષણ જેવી પ્રવૃતિ કરાવીશ.
- વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર માટે બાલસભા તેમજ નિષ્ણાંતોના વકતવ્યોનું વખતોવખત આયોજન કરીશ.
- શાળાની વેબસાઈટ બનાવીશ.
- વાલીમંડળની મિટીંગમાં બાળકોના નબળા અભ્યાસની છણાવટ કરી સુધારણા માટેનાં પગલા લેવાનું આયોજન કરીશ.
- સંચાલક મંડળ પાસે શાળાના બાળકોની ગુણવત્તા સુધરે તે માટે ચર્ચા કરી સંચાલક મંડળનો સાથ-સહકાર મેળવીશ.
- વર્ગ વ્યવસ્થાપનમાં સુધારો કરી ગુણવત્તાલક્ષી શિક્ષણ આપીશ.
- શાળામાં ભીંતપત્રો, બુલેટીન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શકિતનો વિકાસ થાય તેવા પ્રયાસો કરીશ.
- વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદરભાવ કેળવાય, ઉચ્ચ ચારિત્ર્યનું નિર્માણ થાય તે માટે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીશ.
- શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરીશ.
- શિક્ષણમાં ગુણવત્તા સુધરે તે માટે વિદ્યાર્થીઓની પરીક્ષા જવાબવહીનું નિર્દેશન કરી જરૂર જણાયે માર્ગદર્શન આપીશ.
- નબળા વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધારવા માટે શાળામાં વધારાના તાસનું આયોજન કરી શિક્ષણ આપીશ અને શિક્ષકોનો સહકાર માંગીશ.
- શાળાનું પર્યાવરણ કુદરતી રીતે મુકત બને તેવું આયોજન કરીશ.
- “સ્વ” પરિચય કરાવી આત્મ સન્માનની ભાવના કેળવીશ.
- પ્રાથમિક શિક્ષણની અધુરપ પૂર્ણ કરવાના પ્રયાસો કરીશ.
- શિક્ષક કયારે નિરાશ થતો નથી તે યાદ રાખીને પ્રાપ્ત સાધનો માનવ સંપ્રદાય વડે આ કાર્યક્રમના અમલીકરણ માટે સંનિષ્ઠ પ્રયાસ કરીશ.
- માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણને બદલે બાળકોના સર્વાગી વિકાસ માટેની પૂરી પાડીશ.
- વિદ્યાર્થીઓને આદર્શ શાળાની મુલાકાત લેવડાવીશ.
- શાળાના બાળકોની વાલીઓની વ્યકિતગત મુલાકાત લઈશ.
- શાળામાં કારકિર્દી માર્ગદર્શન વિભાગ શરૂ કરીશ.
- શાળામાં NCC, NSS, સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ વિકસાવીશ.
- વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો “હાઉ” દૂર થાય તેવું વાતાવરણ સર્જીશ.
- વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણની ઉપયોગીતા સમજાવીશ અને ભણવા માટે ઉત્સાહિત કરીશ.
- શિક્ષક ખરેખર મા….. સ્તર છે તેની પ્રતીતી કરાવીશ.
- શાળાના ભૂતકાળને ભૂલીને, ભવિષ્યનું આયોજન કરીશ.
- હું પોતે અને મારા કાર્યો અને આદર્શ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અરીસો બનીશ.
- શાળામાં સારા પુસ્તકો વસાવીશ. બાળકોને સારા વાંચનની પ્રરેણા આપીશ.
- શ્રેષ્ઠ કાર્યને હંમેશા આવકારીશ
- ગામના નિરક્ષર બાળકોને સાક્ષર બનાવવાના કાર્યક્રમનું આયોજન કરીશ.
|