ગ્રાન્ટ ઇન એઇડ કોડના સુધારા/ સૂચનો/પરીપત્રો વગેરે કરવા.
નવી ગ્રાન્ટ નીતિની તમામ કામગીરી.
બિન સરકારી માધ્ય/ ઉ.મા શાળાઓને નીચે મુજબની ગ્રાન્ટની ફાળવણી કરવી બીલો બનાવી તિજોરીમાં દાખલ કરી ચેકો મેળવવા અને વિતરણ કરવા.
નિભાવ ગ્રાન્ટ
એડજસ્ટમેન્ટ ગ્રાન્ટ
ટોકન ગ્રાન્ટ
સાધન સામગ્રી
વ્યવસાયલક્ષી શાળા ગ્રાન્ટ
ખાસ ગ્રાન્ટ કે અન્ય ગ્રાન્ટ
શાળાઓ તેમજ માન્ય સંસ્થાઓ પાસેથી પગાર ખર્ચ સહિતના અંદાજો માંગવા, અંદાજપત્ર તૈયાર કરવું અને મંજૂરી અર્થે વડી કચેરીએ મોકલવું અને તેની નોંધણી રાખવી.
વિવિધ ગ્રાન્ટની ચૂકવણીના અધતન રાખવા અને નિયમિત નિભાવવા.
ગ્રાન્ટ ઇન એઇડ કોડની કલમ-૯૦ (૨) ની જોગવાઈ મુજબ શાળાઓ પાસેથી ઉપજ ખર્ચની ફાઈલો (ગ્રાન્ટ ગણતરી માટે) મંગાવવી અને ગ્રાન્ટ ગણતરી સમય મર્યાદા મા કરાવવી અને તેનું રજીસ્ટર ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીના તા. ૧૭/૭/૧૯૯૨ ના પરીપત્રની જોગવાઈ પ્રમાણે નિભાવવું અને અધતન રાખવું
વિવિધ પ્રકારની વસુલાત
ઓવર પેમેન્ટ
ગ્રાન્ટ ગણતરીમાં થયેલ અમાન્ય રકમ
ડી.ઇ.ઓડિટ
એ.જી.ઓડિટ
વ્યવસાયલક્ષી પ્રવાહ બંધ થતાની રીકવરી વગેરે જીવી વસુલાત શાળાઓ પાસેથી ગ્રાન્ટ આપતી વખતે વસુલાત કરવી.
એ.જી. ઓડિટ ફાઈલોના જવાબો કરવા અને ઓડિટ પારાઓનો નિકાલ કરાવવો.
ખાતાકીય ઓડિટના જવાબો કરવા અને ઓડિટ પારાઓનો નિકાલ કરાવવો.
નવી મંજૂર થયેલ શાળાઓને સીધા પગાર યોજનામાં સમાવવા અંગેની કામગીરી.